કોઈપણ રાજ્યમાં 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાને નથી – IGP બ્રિજેશ ઝા

ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. IGP બ્રિજેશ ઝા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં ગ્રેડ પે જ નથી. હાલ 7માં પગાર પંચ અનુસાર પગાર ચુકવવામાં આવે છે. માટે પોલીસ કર્મચારીઓ અને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. 

 ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ રાજીવકુમાર ગુપ્તા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

બેઠક બાદ બ્રિજેશ ઝા, IGP વહીવટે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ પે ગ્રેડ અંગેની તમામ જાણકારી એકઠી કરી. પોલીસકર્મીઓને કેટલો પગાર મળે છે તેની જાણકારી આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની તકલીફ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પોલીસ વિભાગમાં સિસ્ટમ બનેલી છે. દાદ ફરિયાદ વિભાગ પાસે ફરિયાદ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વિરોધ કેમ તેની ચર્ચા થઈ. કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. તમામ પ્રકારના મુદ્દાઓને લઈને પ્રાથમિક ચર્ચા થઈ. અલગ અલગ રાજ્ય પાસેથી કોન્સ્ટેબલના ગ્રેડ પે અંગેની માહિતી મેળવાઈ. ગુજરાતમાં ગ્રેડ પે નહીં, પરંતુ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાય છે. કોઈની પણ સામે શિસ્ત ભંગના પગલા લેવાશે કે નહીં તે અંગે ચર્ચા થશે. રિપોર્ટ મેળવ્યા બાદ કોઈપણ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી થશે. અત્યારે પગરા માટે ચર્ચા કરવામાં આવી, ભથ્થા અંગે આગળ ચર્ચા કરાશે. 

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી