કોરોના અંગે સુરતમાં બેઠક, લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું

CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, ખાસ દિશા નિર્દેશ આપશે

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. એવામાં પરિસ્થિતિ વધું ગંભીર બનતા આરોગ્ય મંત્રી સુરત પહોંચી ગયા હતા. જો કે, રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા હતા. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઇને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જેમાં સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરશે તેમજ ખાસ દિશા નિર્દેશ આપશે.

આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. કેસની સામે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને પગલે હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે. જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે. હાલ આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. જેને પગલે કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી. જ્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ સહિતનાની કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક ચાલી રહી છે. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. દરમિયાન લોકડાઉનની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

આગામી 3થી 4 દિવસ લોકડાઉનકરવા હાઇકોર્ટનો નિર્દેશ

ગુજરાતમાં વધતાં કોરોના હાહાકાર વચ્ચે હાઈકોર્ટે સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને એક મોટો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ લોકડાઉનનો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

 73 ,  1