September 21, 2020
September 21, 2020

ડાંગ જિલ્લામાં અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારોની વન અને પર્યાવરણ મંત્રી સાથે મુલાકાત

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ શિક્ષકોના પ્રશ્ને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને દરેક ક્ષેત્રે સહકાર આપવાની બાંહેધરી આપી

ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય શૈક્ષીક સંઘ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની કમિટીનું ગઠન થઈ જ ગયું છે અને શૈક્ષીક મહાસંઘ ખૂબ મજબૂતાઈથી શિક્ષકોના પ્રશ્નોને લઈને ખૂબ જ માઇક્રો પ્લાનિંગ કરીને સરકાર સમક્ષ રજુવાતો કરીને મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.

આજે જ્યારે આદિવાસી મસીહા વન અને પર્યાવરણ, આદિજાતિ, બાળ અને મહિલા વિકાસ કેબિનેટ મંત્રી ગણપતસિંહજી વસાવાજી ડાંગની મુલાકાતે છે ત્યારે ડાંગ જિલ્લા અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઇ મહાલા, જિલ્લા ઉપાધ્યક્ષ ઉર્વીશકુમાર સોલંકી, જિલ્લા મહામંત્રી અનિલભાઈ વાઘ, જિલ્લા મંત્રી વિનોદભાઈ ભોયેએ ડાંગ જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને માનનીય મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડાંગ જેવા કુદરતના આશીર્વાદ સમાન જિલ્લો કે જ્યાં શિક્ષકોને ગુરુજી કહેવામાં આવે છે જ્યાં પ્રજાનો આટલો આદર મળતો હોય એવા જિલ્લાના બાળકો માટેના શિક્ષકોના મહત્વના યોગદાન માટેમંત્રીએ શિક્ષકો પર અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો.

ડાંગ જિલ્લાના શિક્ષકોના પ્રશ્ને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને દરેક ક્ષેત્રે સહકાર આપવાની બાંહેધરી આપી હતી. અને શૈક્ષીક મહા સંઘને શુભેચ્છા પાઠવી હતી. ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાના શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારૉની પસંદગી પણ કરવામાં આવી છે જેમાં આહવા તાલુકામાં અધ્યક્ષ તરીકે મધુભાઈ ગાયકવાડ, મહામંત્રી તરીકે હરિભાઈ ચૌધરી, સુબીર તાલુકામાં અધ્યક્ષ તરીકે લક્ષ્મણભાઇ કાનડે અને મહામંત્રી તરીકે અરવિંદભાઈ ગામીત અને વઘઈ તાલુકામાં અધ્યક્ષ તરીકે કિરણભાઈ પટેલ અને મહામંત્રી તરીકે અજીતભાઈ ગાવિત ની પસંદગી કરવામાં આવી છે.

રૂબીના ભગત

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર