September 20, 2021
September 20, 2021

અમદાવાદમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, શહેરમાં 6 મોટા બિલ્ડરોના ઠેકાણે દરોડા

નામાંકિત ઉદ્યોગપતિના ભાણેજ  યોગેશ પુજારાને ત્યાં પણ દરોડા

અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતરર્ગત શહેરના 6 મોટા લેન્ડ ડિલર્સના ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દિપક ઠક્કર, યોગેશ પુજારા, કે, મહેતા ગ્રુપ, ધર્મદેવ અને ઈસ્કોન ગ્રુપ સહિત લેન્ડ ડિલર્સના ઠેકાણે આવકવેરા વિભાગે તબાહી બોલાવી છે. મળતી વિગત મુજબ, કુલ 24 જગ્યાઓ પર IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સવારથી જમીન દલાલોને ત્યાં અધિકારીઓના ધામા છે.

બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. મોટા પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી સવારે ચાર વાગ્યે દરોડા પાડવામાં આવ્યાં છે. કુલ ચાર જિલ્લાની અલગ-અલગ ટીમના 100 જેટલાં આઈટી વિભાગના કર્મચારીઓ દરોડામાં જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની આઈ.ટી વિભાગની ટીમ દરોડામાં જોડાઈ છે.

શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT વિભાગ ત્રાટક્યું છે. દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે ચડી ગયા છે. કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ બોલાવવામાં આવી છે. અન્ય એક નામાંકિત ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. કુલ 24થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી છે. યોગેશ પુજારા નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ છે. વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.

 42 ,  1