અરવલ્લી: મેઘરજ તાલુકા નજીક વરસાદ બાદ થતી જીવાત ‘ચુડવેલ’થી લોકોને હાલાકી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામમાં વરસાદ બાદ ચુડવેલ જીવતો આતંક મચાવ્યો છે. જોકે વન-વગડામાં નીકળે તે તો સામાન્ય બાબત કહેવાય પરંતુ આ ચુડવેલ તો રહેણાંક વિસ્તારોમાં નીકળતા રહીશો ભારે ત્રસ્ત બની રહ્યા છે. જોકે આ ચુડવેલ જીવાત મકાનની છત પર પણ ચોટી જતા ઘરમાં નિંદર માણવી પણ પરેશાન થઈ ઉઠી છે.

ચોમાસાના પ્રારંભે અરવલ્લી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી ચુડવેલ નામની જીવાતે આતંક મચાવ્યો છે. વરસાદ બાદ જમીનમાં ગરમી અને બફારાથી આ જીવાત પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળતા ખેડૂતો સહિત રહીશો તૌબા પોકારી ગયા છે. એટલું જ નહીં ચુડવેલ અસહ્ય બનેલા ઉપદ્રવથી પ્રજા જનો ઘર છોડવા મજબુર બન્યા છે.

આરોગ્ય તંત્ર દ્વારા મોટી મોયડી ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં ૨૫૦૦થી વધુ વસ્તી ધરાવતા મોટી મોયડી ગામને ચુડવેલ નામની જીવાતે ઘેરી પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી