સુરતમાં “મેઘ મહેર” ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

આજે વહેલી સવારથી શહેરના વાતવરણમાં પલટો આવ્યો છે. અને હળવાથી ભારે વરસાદી ઝાપટાંઓ વરસી રહ્યા છે. સવારે 8થી 10ની વચ્ચે વરાછા ઝોન, સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને 2 મિમિથી 4 મિમિ વરસાદ નોંધાયો હતો.

વરાછામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી સવારે નોકરી અને ધંધે જતા લોકોને ઉભા રહી જવાની નોબત આવી હતી.હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારથી સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી