પ્રાંતિજ સહિત તાલુકામાં પવન, વિજળી, ગાજગર્જના સાથે મેઘરાજાનું આગમન

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ લાંબી ઇનિંગ બાદ મેઘરાજાની મેધમહેર જોવા મળી હતી. રાત્રીના સમયે ધીમીધારે શરૂ થયેલ વરસાદ પડતા પ્રાંતિજ સહિત તાલુકામાં સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો નગરજનો સહિત ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી હતી .

ચોમાસાના આગમનને દોઢ મહિનો વિતી ગયાં બાદ પણ મેઘરાજા ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ચોમાસાની સીઝનમાં જ ના દેખાતા કોળું ઝાટક રહેતા ધરતી પુત્રો સહિત સોવકોઇ વગર વરસાદે ગરમી તથા બફારામાં શેકાતા જોવા મળ્યા હતાં. જિલ્લા સહિતના તાલુકાના જળાશયોના તળીયા દેખાવા માંડ્યા છે.

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘરાજાની ધીમીધારે પવન વિજળી ગાજગર્જના સાથે આગમન થતાં થોડીક સ્પીડ પકડતા રાત્રીના સમયે પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં સવા બે ઇચ વરસાદ ખાબક્યો હતો. પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદને લઇને ઠંડક પ્રસરી જવા પામી છે. ધરતી પુત્રો પણ પાકને લઇને ચિંતામાં હતા અને ખેતી લાયક વરસાદ પડતા હાલ રહેલ પાકને પણ જીવન દાન મળતા ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી હતી.

પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવો બન્યા હતાં તો પ્રાંતિજ ઉમાપાર્ક સોસાયટી, હરીઓમ પાર્ક સહિતની સોસાયટીમાં પાણી ભરાયું હતું. મોસમનો કુલ વરસાદ 325 મીમી નોંધાયો છે. જે 13 ઇચ જેટલો કુલ મોસમ નો વરસાદ હાલ નોંધાયો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી