September 19, 2020
September 19, 2020

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યાના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં સારો વરસાદ નોધાયો છે. સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં નોંધાયો છે. જ્યારે વલસાડના પારડી, નવસારીના ગણદેવી અને ચીખલી માં 4-4 ઈંચ ખાબક્યો છે.    

વલસાડના વાપીમાં 44 મિમિ, ખેરગામમાં 36 મિમિ, વાંસદામાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ગઈકાલે નવસારીના ગણદેવી તાલુકામાં સૌથી વધુ 89 મિમિ એટલે કે 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં 1 મિમિથી લઈને 89 મિમિ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 89 મિમિ એટલે કે 4 ઈંચ જેટલો વરસાદ નવસારીના ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં 40 મિમિ, નવસારીમાં 39 મિમિ, સુરતના ચોર્યાસીમાં 33 મિમિ, સુરતના પાલસણામાં 32 મિમિ અને સુરતના મહુવામાં 29 મિમિ વરસાદ નોંધાયો હતો.

 52 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર