રાજ્યમાં મેઘરાજાની રિ-એન્ટ્રી, 24 કલાક અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાનની આગાહીને પગલે ફરી વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી હિમંતનગના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓરિસ્સા અને બંગાળ સાથે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં 14 અને 15 ઓગસ્ટ એટલે કે આજે અને આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો આગાહીને પગલે આજે વહેલી સવારથી સાબરકાંઠામાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. હિમંતનગના પુણાસણ, રાયગઢ, બાખોર, ચાપલાનારા, પંથકમાં વરસાદ ખાબક્યો છે. તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત ધોધમાર વરસાદથી થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 48 ટકા જેટલો વધુ વરસાદ પડતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 462 મીમી વરસાદ પડ્યો હતો. જેની સામે આ વર્ષે 685 મીમી વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદનો સિલસિલો જોતાં રાજ્યમાં સરેરાશ 816 મીમી જેટલો વરસાદ પડ્યો છે. જેથી આજ દિન સુધીમાં સરેરાશ 84 ટકા જેટલો વરસાદ પડતાં રાજ્યના 8 જેટલાં ડેમ હાઈ એલર્ટ જાહેર કરાયા હતા.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી