September 23, 2021
September 23, 2021

જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ

માંગરોળ-માળિયાહાટીમાં સર્વત્ર પાણી જ પાણી

રાજયમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગેલ લોકોમાં ખાસ કરીને ખેડૂતોમાં હાંશકારો અનુભવ્યો છે.

ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઈંચ વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. બીજી બીજુ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.

જૂનાગઢના માળીયા હાટીનામાં પણ મેઘરાજા આજે મનમૂકીને વરસ્યા છે,. સમગ્ર વિસ્તારમાં શરેરાશ 3 ઈંચ વરસાદ પડ્યો જેના કારણે અહીયાના સુકાઈ રહેલા પાકોને પણ નવું જીવન મળ્યું છે. ખાસ કરીને ગીર પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

ગીર સોમનાથના તલાલામાં આજે 6 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથેજ જૂનાગઢના માળિયામાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉનામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 3.5 ઈંચ અને કેશોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમનાં સવા 2 ઈંચ અને ગોંડલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં અને કોટડા સાંગાણાીમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ સિહત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેનમા ગોંડલમાં સૌથી વધારે વરસાદ નોંઘાયા છે. લાંબા વિરામબાદ અહીયા વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. બીજી તરફ ગીર-સોમનાથમાં ભારે વરસાદને કારણે હિરણ-2 નદીમાં નવા નીર આવ્યા પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. અહીયા તલાળા સિહતાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

 22 ,  2