લાંબા વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી

સાબરકાંઠા જિલ્લામાં વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધા બાદ ગત રાતથી ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ભૂમિપુત્રો ખુશીની લહેર જોવા મળી રહી છે બીજી બાજુ ખેડબ્રહ્મા તાલુકામાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડબ્રહ્મા અંબાજી નેશનલ હાઈવે ની થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી છે.

બીજી બાજુ ગ્રેવિટી સ્કૂલમાં વરસાદી પાણી ભરાઈ જતા તેમજ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા થોડા સમય માટે બંને બાજુથી આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે વરસાદને લઈ ખેડબ્રહ્મા શહેરની વચ્ચે આવેલ હરણાવ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી