દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રીથી મધ્ય અને ઉત્તર ગુજરાત પણ ભીંજાયા….

રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27થી 30 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે.

હવામાન વિભાગવા જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થશે, જેની અસરોથી 27થી 30 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઇથી લઇને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે, જે અત્યાર સુધીની વરસાદની ઘટ પૂરી કરશે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી