યુપીની રાજધાની લખનઉમાં મેઘતાંડવ

છેલ્લા 12 કલાકથી સતત વરસાદ, ઘરોમાં પાણી ફરી વળ્યા

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ અને ઇટાવામાં પણ મૂશળધાર વરસાદના પગલે તારાજી સર્જાઇ છે. માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પોશ કોલોનીઓ પણ ડૂબી ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે.

તે જ સમયે, ઇટાવામાં ઝડપી પવન અને વરસાદને કારણે એક નીલગિરીનું વૃક્ષ OHE લાઇન પર ધરાશાયી થયું છે. આ કારણે દિલ્હી-હાવડા ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. કેટલાક વાહનો પણ ખોરવાયા છે. ટ્રેક બંધ થવાના કારણે જોધપુર એક્સપ્રેસ, નિલાંચલ એક્સપ્રેસ, કાલકા એક્સપ્રેસ અને નોર્થ-ઇસ્ટ એક્સપ્રેસ ઇટાવા રેલવે સ્ટેશન પર લાંબા સમય સુધી ઉભી છે.

રાજધાની લખનઉમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. લખનઉમાં ગોમતી નગર, હઝરતગંજ, ઠાકુરગંજ, આલમબાગ, ઇન્દિરા નગરમાં દરેક જગ્યાએ વરસાદના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યું છે. અવિરત વરસાદને કારણે પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરી છે.

મોડી રાતથી સતત વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં મહાનગરપાલિકાએ 48 પમ્પિંગ સ્ટેશન શરૂ કર્યા છે, જેના દ્વારા પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ગટર વ્યવસ્થા ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઠેર ઠેર વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી ગયા છે, તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી