370ઃ નારાજ મહેબૂબાએ લોકતંત્રનો સૌથી કાળો દિવસ ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં અનુચ્છેદ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. તેના પર પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ કહ્યું કે આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. 1947માં બે રાષ્ટ્રના સિદ્ધાંતને છોડીને ભારત સાથે જોડાયેલા જમ્મૂ કાશ્મીરના નેતૃત્વનો નિર્ણય પાછળ છોડી દેવાયો છે. ભારત સરકારનો અનુચ્છેદ 370 રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર, એકતરફી અને ગેરબંધારણીય છે. તે ભારતને જમ્મૂ કાશ્મીરમાં એક નિરંકુશ શક્તિ બનાવી દેશે.

મહેબુબાએ ટ્વિટ કર્યું કે ઉપમહાદ્વીપમાં તેના ભયાનક પરિણામ થશે. ભારત સરકારના ઇરાદા સ્પષ્ટ છે. તે અહીંના લોકોને ભયભીત કરીને જમ્મૂ કાશ્મીરનો વિસ્તાર મેળવવા ઇચ્છે છે. ભારત કાશ્મીર પર પોતાનો વાયદો નિભાવવામાં નાકામ રહ્યું છે.

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું કે અનુચ્છેદ 370ને હટાવવા માટે સંવિધાન સંશોધનની જરૂરત નહીં હોય. અમિત શાહે સંસદને તે સૂચિત કરી દીધું છે કે રાષ્ટ્રપતિએ પહેલાથીજ તેની મંજુરી આપી દીધી છે. અનુચ્છેદ 370નું આજે મોત થયું છે.

પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને નજરબંધ કરવા પર ચિંતા જતાવી છે. તેમણે સોમવારે ટ્વિટ કર્યું, ”જમ્મુ કાશ્મીરના નેતાઓને નજરબંધ કરવું એ વાતનો સંકેત છે કે સરકાર તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે દરેક પ્રકારના લોકતાંત્રિક સિદ્ધાંતો અને મુલ્યોને કચડી નાખશે. તેમને નજરબંધ કરવાની હું આલોચના કરું છું. ”

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી