મહેબુબા મુફ્તીએ યાસીન મલિકનો કર્યો બચાવ, મોદી સરકાર પર કાઢી ભડાશ

જમ્મૂ કશ્મીરના અલગાવવાદી સંગઠનો પર સરકારે લાલ આંખ કરી છે. JKLF સંગઠન પર કેન્દ્રની મોદી સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. મોદી સરકારની આ કાર્યવાહી પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ વિરોધ નોંધાવી, અલગાવવાદી નેતા યાસીન મલિકનો બચાવ કર્યો છે. મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં યાસીન મલિકાના સંગઠન પર પ્રતિબંધ મુકવાથી સરકારને કોઈપણ પ્રકારનો ફાયદો થવાનો નથી.

વધુમાં મહેબૂબા મુફ્તીએ જણાવ્યુ કે, સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધ મુકતા જમ્મુ કાશ્મીરને જલે બનાવી દીધુ છે. તમને જણાવી દઇએ, ઇડી જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓના ઠેકાણે છાપેમારી કરી રહ્યું છે. જેમા યાસીન મલિકના સ્થળો ઉપર પણ છાપેમારી કરી હતી. યાસીન મલિકની ગણતરી એ અલગાવવાદી નેતાઓમાં થાય છે, જે કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. તે કાશ્મીર ખીણમાં તિરંગા વિરૂદ્ધ અભિયાન ચલાવે છે.

 43 ,  3