September 25, 2022
September 25, 2022

મહેબૂબાએ કહ્યું- ભલે મને અંધવિશ્વાસી માનો, પરંતુ કેશરી જર્સીને કારણે જ ઇન્ડિયા હાર્યું

વર્લ્ડ કપમાં રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પૂર્વ ક્રિકેટરોથી માંડી નેતાઓએ સુધી ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન પર સવાલો ઊભા કરી દીધા છે.

પીડિપી નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય ટીમની કેશરી-બ્લૂ ટી-શર્ટ પર માછલા ધોયા છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને નિરાશાજનક ગણાવ્યું હતું.

મહેબૂબા મુફ્તિએ ટ્વિટ કર્યુ હતું કે, તમે ભલે મને અંધશ્રદ્ધાળુ કહો, પરંતુ મારૂ એકજ કહેવું છે કે ભારતની જીતની પરંપરામાં કપડાને કારણે બ્રેક વાગી છે. અત્રે ઉલ્લેખનિય છે કે જ્યારે પહેલી વખત ટીમ ઇન્ડિયાની ટી-શર્ટનો ફોટો સામે આવ્યો ત્યારથી જ ભગવા નામ જોડીને વિવાદ શરૂ થયો હતો.

ઓમાર અબ્દુલ્લાએ ભારતની હાર પર શંકા કરતા કહ્યું કે, જો ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની જગ્યાએ ભારતનું સેમીફાઈનલમાં સ્થાન દાવ પર હોત તો શું આપણી બેટિંગ આવી નિરાશાજનક હોત? આ પહેલા ઓમારે એક પાકિસ્તાની મહિલા સાથે ભારતના સમર્થન વાળું ટ્વીટ પણ રીટ્વીટ કર્યું હતું. વરીધા નામની યુઝરે હર હર મોદી, ઘર ઘર મોદી સાથે જય શ્રીરામ પણ લખ્યું હતું.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી