મહેસાણા :વિસનગરમાં વિધવા સહાય કેમ્પ યોજાયો

સરકારે દર મહિને વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિધવા સહાય અમલમાં મૂકી છે. જેમાં સરકારના નવા પરિપત્ર મુજબ બીપી દર મહિને વિધવા મહિલાઓને રૂપિયા ૧૨૫૦ સહાય ચુકવવામાં આવશે ત્યારે સરકારની આ સહાયથી વિસનગર તાલુકાની કોઈ વિધવા મહિલા વંચિત ના રહી જાય તે માટે વિસનગર તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીઓ પ્રયત્નશીલ છે. વિસનગર ના મામલતદાર, ડી.ડી.ઓ, તથા મહેસૂલ નાયબ મામલતદાર સંયુક્ત ઉપક્મે ઉદલપુર ગામમાં વિધવા સહાયનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિસનગર તાલુકાના ધારાસભ્યના ઋષિકેશ ભાઈ પટેલના હાથે  ૨૫૩ મહિલાઓને વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા.  

વિસનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંકલનથી આજે તાલુકાની 3053 વિધવા મહિલાઓને સહાય અરજી મંજૂર કરી તેમના ઓર્ડર પોસ્ટ દ્વારા ઘરે મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ વિધવા મહિલાઓને દર મહિને સરકારશ્રી તરફથી રૂપિયા ૧૨૫૦ વિધવા સહાય મળશે.

પ્રતિનિધિ: અતુલ પટેલ, મહેસાણા.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી