September 23, 2021
September 23, 2021

મહેસાણા : કાનમાં ઇયર ફોન લગાવી સેલ્ફી લઈ રહેલા યુવકને ટ્રેને મારી ટક્કર

પાંચોટ રેલવે ઓવરબ્રિજ નીચે સર્જાઇ દુર્ઘટના

પાંચોટ પાસે રેલ્વે ટેક પર ફોટો લેવાં જતાં યુવાનનું ટ્રેનની ટક્કરે મોત થયું છે. રેલવેના પાટા ઉપર ઉભા રહી  ફોટો લેતા હતો ત્યારે અચાનક ટ્રેન આવતા ટક્કર વાગી હતી. ટ્રેનની ટક્કરે યુવાનનું મોત થયુ હતું. કાનમાં ઇયર ફોન લગાવી ફોટો પાડી રહેલાં યુવાનોને ગાડીનો અવાજ ન આવતા ધટના બની હતી. 

રામોસણાના રેલવેનગરમાં રહેતો અને મૂળ ચાણસ્માના ખોખલાનો જીજ્ઞેશજી અગરાજી ઠાકોર અને બહુચરાજીના અંબાલાનો કીર્તિ ઉર્ફે રણવીરજી જયંતિજી ઠાકોર ગત રોજ શુક્રવારે સાંજે 5-30 કલાકે પાંચોટ બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે પાટણ રેલવે લાઈનના ટ્રેક ઉપર મિત્રો સાથે કાનમાં ઈયર ફોન ભરાવી મોબાઈલમાં ફોટા પાડતો હતો ત્યારે પાટણથી મહેસાણા તરફ ટ્રેન આવતી જોઇ બાજુના ખેતરમાં ઘાસચારો લેતી મહિલાએ બૂમો પાડતાં ટ્રેકની બાજુમાં રહેલા 4 જેટલા યુવકોએ બંને યુવકોને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટ્રેનની અડફેટે આવી જતાં જીજ્ઞેશ ઠાકોરનું મોત થયું હતું. જ્યારે કીર્તિ ઠાકોર બચી ગયો હતો.

આ અંગે મૃતકના પિતા અગરાજીએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે પીએમ કરાવી વાલીવારસોને સોંપી હતી. જ્યારે મોબાઈલ કબજે લઈ, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

 18 ,  1