કડી: 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરીને પિતાએ લાશ કેનાલમાં ફેંકી

મહેસાણામાં ચાર દિવસ પહેલા 13 વર્ષીય બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કેનાલ પરથી મળેલી 13 વર્ષની બાળકીની હત્યા ખુદ પિતાએ જ કરી હોવાનું ખુલ્યું છે. પુત્રીને હોસ્ટેલ મુકવા જતાં પહેલા પિતાએ હત્યા કરી પુત્રીની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ બાળકીને ગળે દુપટ્ટાથી ગાંઠ મારી મોતને ઘાટ ઉતારાઇ હતી. ગળા અને છાતીના ભાગે લાલ અને કાળા ચકામા પડી ગયેલાં હતા. માથાના ભાગે, કપાળ, હોઠ, ગાલ અને પીઠના ભાગે પણ ઇજાના નિશાન જણાયા હતા.

પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, બાળકીનો પિતા દાણીલીમડા રહેતો હતો. તો બાળકી કડીના ચાલાસણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. બાળકીનો પિતા તેને એક્ટીવા પર બેસાડીને દાણીલીમડાથી હોસ્ટેલમાં મૂકવા ગયો હતો. ત્યારે રસ્તામાં જ કેનાલ ઉપર તેના પિતાએ કરી માસુમ દીકરીની હત્યા કરી હતી. દીકરીની લાશ ત્યા જ મૂકીને પિતા ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પોલીસે આજે હત્યારા પિતાની અટકાયત કરી છે.

રેપ વિથ મર્ડરની આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાના ઇરાદે લાશ કેનાલમાં ફેંકી હોવાના અનુમાન સાથે પોલીસે બાળકીની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ લાશને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ લઇ જવાઇ છે. દરમિયાન, કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા, દુષ્કર્મ, અપહરણ સહિતનો ગુનો નોંધ્યો હતો. બાળકીના ગુપ્તભાગે લોહીના નિશાન મળી આવ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી