મહેસાણા: ONGCને સંપાદિત જમીનમાં વિવાદ

મહેસાણા જિલ્લા પંથકમાં જમીન માંથી ક્રૂડ ઓઇલનનો જથ્થો મળી આવે છે. જેના પગલે ખેડૂતોની જમીન ONGCને સંપાદિત કરવામાં આવે છે. જો કે આ જમીન કાયમી સંપાદિત ન કરાતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીન માંથી ક્રૂડ ઓઇલ નીકળતું હોવાથી ONGC દ્વારા વિવિધ ખેતરોમાં ખેડૂતોની જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. જો કે ખેડૂતોની ખેતી લાયક જમીન પર ONGCને તેલના કુવા બનાવવા અપાતી જમીન પર ONGCના અડિંગા જામી જાય છે. અને તે જમીન આખરે ખેડૂત માટે સંપાદિત જમીનમાં ONGC તેલના કુવા સિવાય ખેતરની અન્ય જમીનની નહીંવત વળતર ચુકવવામાં આવે છે. જેને પગલે ખેડૂતો અકળામણ અનુભવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સમસ્યાથી કુક્સ ગામે ખેડૂતો દ્વારા બેરીકેટ કરી રસ્તા પરથી પસાર થતા ONGCના વાહનોને રોકી બેનરો સાથે કાયમી જમીન સંપાદનની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે જર જમીન જોરુના કજિયા સમાજમાં રોજ બરોજની ઘટના બની ગઈ છે. ત્યારે હવે ખેડૂતોની પોતાની જમીન પર સરકારના નિયમ પ્રમાણે ONGCને સંપાદિત જમીનમાં પણ હવે વિવાદ સર્જાયો છે. ત્યારે અનેક વારની રજુઆત બાદ પણ કુક્સ ગામના આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. અંતે ખેડૂતો દ્વારા આ પ્રકારે ONGC સામે આમ જ વિરોધ નોંધવવાની તૈયારીઓ બતાવાઈ છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી