દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતાં મહેસાણાના પરિવારને ધ્રેવાડ પાસે નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત

દ્વારકાના ધ્રેવાડ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એક મહિલા સહિત ચાર લોકોના મોત

રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દ્વારકાના ધ્રેવાડ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલી ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.

મળતી વિગતો પ્રમાણે, જીજે02, બીડી 8462 નંબરની અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલો પિવાર મહેસાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં 108ની ટીમ ઘટનસ્થળે આપી પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 222 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર