મહેસાણા: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે “ફીટ ઇન્ડિયા” મૂવમેન્ટ કાર્યક્રમ

છેલ્લા અમુક વર્ષોમાં આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવે લોકો અને વિશેષમાં યુવાનોની ભારતીય પરંપરાથી વિપરીત પોતાની દૈનિક જીવનશૈલીમાં બદલાવ આવવાથી સ્વાસ્થ્ય પર અસરો જોવા મળે છે. આ અંતર્ગત તારીખ ૨૯/૮/૨૦૧૯ ના રોજ એટલે કે આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે “ફિટ ઇન્ડિયા” મૂવમેન્ટના શુભારંભ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન ડેન્ટલ કોલેજના ઓડીટોરિયમ હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માં ભારતીય પરંપરાગત રમતો તથા સંસ્કૃતિ ને પ્રદર્શિત કરી દેશભરના લોકોને સુંદર સ્વાસ્થ્યના નિર્માણ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત દેશના દરેક નાગરિકે પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં બદલાવ લાવી પોતે સ્વસ્થ રહે તે ભારત દેશ માટે અને પોતાના માટે ખુબ જ અગત્યનું છે. વિશ્વના અનેક દેશોમાં ફિટ રહેવા માટેના અવનવા પ્રયાસો થઈ રહેલા છે, ત્યારે એ દિશામાં ભારત કેમ પાછળ રહી જાય?. આ કાર્યક્રમ સાથે ફીટ ઇન્ડિયાની દિશામાં વેગ આપવાના નિર્ધાર સાથે યુનિવર્સિટીના લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા શિક્ષકોએ સાથે મળી ૧૦,૦૦૦ સ્ટેપ ચાલી પોતાના દૈનિક જીવનમાં આ પ્રવૃત્તિ ઉતારવાના સપથ લીધા હતા.

યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે સરકારની “ફીટ ઇન્ડિયા” મૂવમેન્ટ ની પ્રશંસા કરતા કેમ્પસના પ્રત્યેક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આ મૂવમેન્ટમાં ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે સાથે સમાજમાં જાગૃતિ લાવવા બાબતે અપીલ કરી હતી. ઉપરોક્ત આયોજિત કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) વી. કે. શ્રીવાસ્તવ તથા સંસ્થાના સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

( પ્રતિનિધિ – અતુલ પટેલ મહેસાણા )

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી