મહેસાણાઃ નશામાં ધુત કાર ચાલકે રાહદારીને મારી ટક્કર

મહેસાણામાં આવેલા ભમ્મરિયા નાળા પાસે એક દારૂ પીધેલા કારચાલકે બેકાબુપણે કાર ચલાવતાં 4 રાહદારીને ટક્કર મારી હતી. જેમાં 3 વ્યક્તિને સામન્ય ઈજા થઈ હતી, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવને પગલે ભમ્મરિયા નાળામાં ભારે ટ્રાફીક જામ થયો હતો.

શહેરના કસ્બા વિસ્તારમાંથી દારૂના ચિક્કાર નશામાં નિકળેલા કાર ચાલકે રસ્તામાં ચાલતા જતા 4 રાહદારીને ટક્કર મારી હતી. જોકે, કાર રોકાઈ જતાં વધુ નુકસાન ટળ્યું હતું. લોકોએ દારૂડિયા કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી