મહેસાણા : પાલિકાના 29માંથી કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા

છેલ્લા બે વર્ષથી ધારાસભ્યોથી લઈ મ્યુનિસિપલ કાઉન્સિલરો અને પાલિકાઓના સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે મહેસાણા નગરપાલિકામાં હવે ભાજપના 22 અને કોંગ્રેસના પણ 22 થયા છે અને હજુ કોંગ્રેસના બીજા કેટલાક સભ્યો અમારા સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહેસાણામાં પહેલા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 29 સભ્યો હતા. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના 22 સભ્યો થયા છે.
મહેસાણા નગરપાલિકામાં 44 સભ્યોમાં કોંગ્રેસના 29 અને ભાજપના કુલ 15 સભ્યો હતા. જેમાં 7 સભ્યો ભાજપમાં આવતા ભાજપના કુલ 22 સભ્યો થઇ ગયા છે. જેથી વિસનગર નગરપાલિકા બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ભાજપની બનશે. 7 સભ્યોમાં પાલિકા પ્રમુખ સહિત પાટીદાર કોર્પોરેટરનો સમાવેશ થાય છે. નગર પાલિકા પ્રમુખ સહિત આ તમામ કોર્પોરેટર આંતરિક જૂથવાદથી ત્રસ્ત હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી