મહેસાણાઃ ડાભલા ચાર રસ્તા પાસે ઇકો કારે બે મહિલાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે જ મોત

મજૂરીએ જઇ રહેલી મહિલાઓને ઇકો કારે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

મહેસાણાના ડાભલા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ એક ઇકો કારે બે મહિલાઓને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. 108 અને પોલીસ સ્થળ પર હાજર છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે બંને મહિલાઓની લાશ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર બુધવાર સવારે મજૂરીએ જઇ રહેલી મહિલાઓને ઇકો કાર(GJ019 AM0978) ચાલકે અડફેટે લેતા મહિલાઓ રોડ ઉપર પટકાઇ હતી, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં બે મહિલા હંસાબેન નટવરલાલ પરમાર(ઉં.વ.55) અને ખેમીબેન નારણભાઈ પરમાર(ઉં.વ.60) ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાર બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને મૃતક મહિલાઓ વસઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

 82 ,  1