મહેસાણાને MLA આશાબેનની મોટી ખોટ સાલશે

ઊંઝા APMCમાં હતો દબદબો, પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા

આશાબેન 4 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંનેનાં ધારાસભ્ય રહ્યાં…

મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દુ:ખદ અવસાન થયું હતું. તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીથી પરત ફર્યાં બાદ તેમને તાવ આવ્યો હતો અને પછી ડેન્ગ્યુ થયાનું રિપોર્ટમાં આવ્યું હતું. તે પછી તેમની એકાએકા તબિયત લથડી હતી. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.

આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો અને. અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

કમનસીબે આશાબેન પોતાની પહેલી ટર્મનાં પાંચ વર્ષ પૂરી કરી શક્યાં નથી અને નિધન થયું છે. આશાબેનની વય માત્ર 44 વર્ષની હતી. 6 જાન્યુઆરી, 1977ના રોજ ઉંઝાના વિસોલ ગામે જન્મેલાં આશાબેને બહુ નાની વયે વિદાય લઈ લીધી છે.

ભાજપના દિગ્ગજ નારણ પટેલને માત આપી કોંગ્રેસની ટિકિટ પર બન્યા હતા વિજેતા

મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો છે. તેઓએ એશિયના સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા તેમણે પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. અને આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા છે.

ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો

2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા.

કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં પાટીદાર આંદોલન વખેત પણ તેઓની સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી