મહેસાણાઃ વરુણદેવને રીઝવવા ઢુંઢીયા બાપજીની પૂજા – અર્ચના

આ વખતે ઉત્તર ગુજરાતમાં દર વખત કરતાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યારે જગતનો તાત ચિંતામાં છે.મહેસાણા જિલ્લામાં આવેલ રંગપુર ગામે વરુણદેવ ને રીઝવવા માટે ગામમાં ચાલતા મહિલા મંડળ દ્વારા પરંપરા અનુસાર સામાજિક અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે.તેમાં સૌ પ્રથમ એક બાજોઠ લેવામાં આવે છે તેના ઉપર માટીના એક ઢુંઢીયા બાપજી નું નિર્માણ કરવામાં આવે છે.

ઉતર ગુજરાતમાં વરસાદ લંબાવાથી જગતનો તાત ચિંતિતમાં છે.ખેતરમાં વાવેલા પાકને સમયસર પાણી મળી રહે તે માટે વરુણદેવને રીઝવવા માટે આજે મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાપજીનું નિર્માણ કરી આખા ગામમાં તેની પ્રદક્ષિણા કરવામાં આવી છે.

ત્યારબાદ તેને આખા ગામમાં ગલી મહોલ્લામાં પ્રદક્ષિણા કરી ઢુંઢીયા બાપજી ને પાણીથી નવડાવવામાં આવે છે અને મહિલાઓ દ્વારા ભંજન ગરબા અને ધુન બોલાવામાં આવે છે પશુ-પંખી માટે ચણ ભેગું કરવામાં આવે છે.

આ પ્રકારની પૂજા-વિધિ ઉતર ગુજરાતમાં ઠેર ઠેર થાય છે. કેમ કે ગ્રામીણ વિસ્તારમાં લોકોનો જીવન આધાર મુખ્યત્વે ખેતી છે. અને પાણી વગર ખેતી શકય નથી.ત્યારે વરુણદેવને મનાવવા માટે અન્ય રાજયોની જેમ ગુજરાતની પણ આ એક પોતાની આગવી પરંપરા રહેલી છે…

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી