ગાંધીનગર : ચાઇલ્ડ પોર્ન વીડિયો અપલોડ કરનાર મહેસાણાના યુવકની ધરપકડ

યુવકે પોતાના ફેસબુક એકાઉન્ટમાં 5 વીડિયો કર્યા હતા વાઇરલ

સોશિયલ મીડિયા પર ચાઇલ્ડ પોર્ન વીડિયો અપલોડ કરનાર મહેસાણાથી એક યુવકની ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. મહેસાણાના યુવકે પોતાના ફેસબુક એકાઉન્ટ પર બાળક અને બાળકીનો સંભોગ કરતા 5 વીડીયો વાઇરલ કર્યા હતા. જેને લઇને યુવકના એકાઉન્ટ સામે ફરિયાદ થતા ગુનો સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા નોંધવામા આવ્યો હતો. હાલ આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિગત મુજબ, સોશિયલ મીડિયામાં એક ફેસબુક એકાઉન્ટમાં ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો વાયરલ થયા હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમને મળી હતી. જેને ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમના પીઆઇ પી.એલ.વાઘેલાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. ત્યારે મહેસાણા શિયાપુરા ગામમા રહેતો મુકેશ વિરચંદ દંતાણીએ પોતાનુ ફેસબુક આઇડી બનાવી તેમા ચાઇલ્ડ પોર્ન વીડીયો વાઇરલ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ફરિયાદને લઇને સાઇબર પોલીસની ટીમ દ્વારા યુવકને બોલાવવામા આવ્યા બાદ તેનો મોબાઇલ જપ્ત કરાયો હતો. ત્યારે પોર્ન વીડીયો બાબતે વાત કરતા મોબાઇલ બગડી ગયો હોવાનુ બહાનુ બતાવ્યુ હતુ.

જોકે, તેની પાસે રહેલા નવા મોબાઇલમાથી પણ પોર્ન વીડીયો મળી આવ્યા હતા. પોલીસે તે મોબાઇલની તપાસ કરતા 5 જેટલા વીડીયો વાઇરલ કરાયા હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે ચાઇલ્ડ વીડીયો વાઇરલ કરવાના ગુનામાં ધરપકડ કરવામા આવી હતી. પોલીસે ટેકનીકલ ટીમના આધારે વીડોયોની માહિતી મેળવી હતી. ઉલ્લેખનિય છેકે, આરોપી દ્વારા બાળક અને બાળકી સંભોગ કરતા હોય તેવા જ વીડીયો વાઇરલ કરાયા હતા.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી