યે દેશ હુઆ બેગાના… સાત હજાર લોકોએ છોડ્યું ભારત…!!

મૂડી રોકાણના બદલામાં નાગરિકત્વ લઇને ઠરી ઠામ થયા

પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડની છેતરપિંડી કરનાર નિરવ મોદી, મેહુલ ચોક્સી પૈકી મેહુલ ડોલરના જોરે એન્ટિગુઆ નામના નાનકડા દેશમાં લપાઇને દિવસો પસાર કરી રહ્યો છે. તેને ક્યારે પરત ભારત લાવવામાં આવશે. એતો તપાસ એજન્સીઓ જ કહી શકે. પરંતુ 2019માં અંદાજે સાત હજાર ધનિકોએ ભારતનું નાગરિકત્વ છોડીને જે દેશોમાં મૂડી રોકાણના બદલામાં ત્યાંનું નાગરિકત્વ મળે છે. તેવા દેશોમાં જઇને ઠરી ઠામ થયા છે.

સામાન્ય રીતે જે દેશમાં જન્મ થયો હોય તેમ માતૃભૂમિ છોડવાનું મન થાય નહીં પરંતુ ડોલરની કમાણી માટે ગુજરાત અને ભારતમાંથી મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં જઇને કામ ધંધો કરે છે.

કેટલાક દેશો મૂડી રોકાણના બદલામાં પોતાના દેશનું નાગરિક્તવ આપે છે. એવા દેશોમાં કેનેડા, પાર્ટુગલ, ઓસ્ટ્રીયા વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાંથી 2019માં સાત હજાર ધનિકો આવ દેશોમાં જઇને વસ્યા છે. જ્યાં તેમને મૂડી રોકાણમાં બદલામાં ત્યાંની સરકારે કાયમી સિટીઝનશિપ આપ્યું છે. 2020માં પણ ઘણા ધનિકોએ આવા દેશોમાં વસવાટ કરવા માટે શું કરવું પડે તેની પૂછપરછ કરી હતી.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર