ZEEL અને SONY પિક્ચર્સનું મર્જર

મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે

દેશના મનોરંજન ક્ષેત્રમાં એક મોટી ડીલ થઈ છે. ZEE Entertainment Enterprises Limited (ZEEL)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડનું રોકાણ કરશે. વિલય બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO પદે યથાવત રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટ પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સ પાસે 52.93 ટકા ભાગીદારી રહેશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. આ મર્જર લાગુ થયા બાદ પુનીત ગોયન્કા આગામી પાંચ વર્ષ સુધી MD અને CEO તરીકે ચાલુ રહેશે.

  • ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડે વિલયને આપી સૈદ્ધાંતિક મંજૂરી
  • વિલય બાદ પણ પુનિત ગોયંકા MD&CEO પદે યથાવત રહેશે
  • સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ વિલય બાદ $157.5 Cr નું રોકાણ કરશે
  • રોકાણની રકમનો ઉપયોગ વિકાસ માટે કરવામાં આવશે
  • વિલય બાદ સોની એન્ટરટેઈનમેન્ટ મેજોરિટી શેર હોલ્ડર રહેશે
  • બંને પક્ષો વચ્ચે નોન બાઈન્ડિંગ ટર્મશીટ સાઈન કરવામાં આવી.
  • 90 દિવસની અંદર બંને પક્ષ ડ્યૂ ડિલિજેન્સનું કામ કરશે
  • વિલય બાદ પણ કંપની ભારતીય શેર બજારમાં લિસ્ટેડ રહેશે
  • બંને પક્ષો વચ્ચે નોન કમ્પિટ એગ્રીમેન્ટ પણ સાઈન કરવામાં આવશે

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી