ઉત્તરાયણે પવનની ગતિ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી

પતંગરસિકોને સવારે સાનુકુળ જ્યારે બપોરે ઠુમકા મારવા પડે તેવી શક્યતા

સવારે 8થી 10 કિ.મી. ઝડપે પવન ફૂંકાતા રાહત રહેશે, બપોરે ગતી ઓછી થશે

મકરસંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને એ જ દિવસને ગુજરાતમાં ઉત્તરાયણનો બે દિવસનો ઉત્સવ પણ શરૂ થાય છે. આ તહેવારની મજા લેવા લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી જાય છે ત્યારે પવન સાથે જોડાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગરસિયાઓનો મૂડ બનતો હોય છે.

આ અંગે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણે પવનની ગતી સામાન્ય રહેશે. જો કે, સવારે પવનની ગતી 8થી 10 કિ.મી. સુધી રહેતા પતંગરસિકો માટે એકંદરે સારો પવન રહેશે. જોકે, બપોરે પવનની ગતી ઓછી થશે જેના કારણે ઠુમકા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં ત્રણેય પહોરમાં બદલાવ આવશે અને ઉતારચડાવ જોવા મળશે. સવારે સારી, બપોરે મધ્યમ અને સાંજે ફરી પવનની ગતીમાં વધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ જ રીતે વાસી ઉતરાયણે પણ પવનની ગતિ રહેશે. જો કે, બપોરના સમયે પવનની ગતિ ઓછી રહેવાને કારણે પતંગ રસીયાઓએ વધુ ઠુમકા મારવા પડે તેવી સ્થિતિ સર્જાવવાની પણ શક્યતા છે.

ઉત્તરાયણે વહેલી પરોઢથી બપોર સુધીમાં પવનની ગતિ સારી રહેશે. બપોરના સમયે પવન ઓછો થવાની શક્યતા રહેલી છે જ્યારે સાંજના સમયે પવનની દિશા બદલાશે અને મંદ મંદ પવનની લહેરો વચ્ચે પતંગરસિયાઓએ મજા માણવાની રહેશે. સાંજ ઢળતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે આકાશમાં વાદળો છવાય તો અંધારું વહેલું થશે જ્યારે વાસી ઉતરાયણે કોઈ કારણોસર હવામાનમાં પલટો આવશે તો પવનની દિશા અને ગતિમાં બદલાવ આવી શકે એમ છે.

આમ બન્ને દિવસે પવનની ગતિ બદલાશે પરંતુ બન્ને દિવસે સરેરાશ 3થી 12 કિ.મી. જેટલો મંદથી મધ્યમ પ્રકારની ગતિ સાથે પવન રહેવાની શક્યતા છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર