કેરળમાં ભાજપની સત્તા આવશે તો ‘મેટ્રો મેન’ બનશે સીએમ

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ પછી નક્કી કરશે તે પહેલા નામ નક્કી ?

દિલ્હી સહિતના મોટાભાગના મેટ્રો શહેરોમાં મેટ્રો ટ્રેન સર્વિસ શરુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને મેટ્રો મેન તરીકે ઓળખાતા ઈ શ્રીધરન ભાજપમાં જોડાયા ત્યારથી ચર્ચામાં છે. શ્રીધરને પોલિટિક્સમાં એન્ટ્રી કરીને ઘણાને ચોંકાવી દીધા છે. તેમણે કેરાલામાં ભાજપ સત્તા પર આવે તો સીએમ બનવાની પણ તૈયારી બતાવી છે.

મેટ્રોમેન ઇ શ્રીધનર બીજેપીમાં સામેલ થશે તેની ઘોષણા કેરળ બીજેપીના અધ્યક્ષ કે સુરેંદ્રને પોતાની પ્રેસકોન્ફ્રેંસમાં કરી છે. ભાજપે ઇ શ્રીધરનને આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો અનુરોધ કર્યો છે. શ્રીધરન સત્તાવાર રૂપે 21 ફેબ્રુઆરીએ આયોજિત વિજય યાત્રા દરમિયાન પાર્ટીનું સભ્યપદ લેશે. પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરનાર ‘મેટ્રો મેન’ ઇ શ્રીધરને ટ્રાન્સપોર્ટને એક નવો મુકામ આપ્યો છે.

દિલ્હીના વિકાસમાં ઇ શ્રીધરનના યોગદાનને કોઇ નથી જાણતુ, દિલ્હી મેટ્રોને શ્રીધનર વિકાસની ઉંચાઇએ લઇ ગયાં. સાથે જ કલકત્તા મેટ્રોની સંરચના પણ તેમણે જ તૈયાર કરી હતી. કોંકણ રેલવેમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ તેઓ જાણીતા છે. વર્ષ 2001માં તેમને પદ્મ શ્રી અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.

વર્ષ 2005માં ફ્રાન્સ સરકારે તેમને Chavalier de la Legion d’honneurથી સન્માનિત કર્યા હતા. ટાઈમ મેગેઝીન પણ તેમને એશિયાના હિરો તરીકે સન્માન આપી ચૂકી છે. પલક્કડ જિલ્લાના કરૂકાપુથુર ગામમાં શ્રીધરનનો જન્મ થયો હતો. તેમની શરૂઆતનું શિક્ષણ સરકારી સ્કૂલમાં થયું હતું. સિવિલ એન્જીનયરીંગની ડિગ્રી તેમને આંધ્રપ્રદેશના કાકીનાડાથી પ્રાપ્ત કરી હતી. શરૂઆતના સમયમાં તેમણે ટીચીંગ પણ કર્યું હતુ. પરંતુ UPSC પાસ કર્યા પછી તેઓ રેલ્વેમાં સેવા આપવા લાગ્યા હતા. વર્ષ 1970માં કોલકાતામાં મેટ્રો જોઈન કર્યા પછી શ્રીધરનની મેટ્રો મેન બનવાની વાત શરૂ થઈ હતી. શ્રીધરન વર્ષ 1995થી લઈને વર્ષ 2012 સુધી દિલ્હી મેટ્રોના પ્રબંધન સાથે જોડાયેલા રહ્યા હતા.

લવ જેહાદમાં યુવતીઓને ફસાવાઈ રહી છે : ઈ શ્રીધરન

કેરાલામાં લવ જેહાદ થઈ રહી છે તે અંગે મને જાણકારી છે.હું જોઈ શકું છું કે, કેરલમાં શુ થઈ રહ્યુ છે.હિન્દુ યુવતીઓને લગ્ન માટે ફસાવવામાં આવી રહી છે અને લવ જેહાદથી તે પિડિત છે.માત્ર હિન્દુ જ નહી પણ ખ્રિસ્તી અને મુસ્લિમ યુવતીઓ સાથે પણ લવ જેહાદ થઈ રહી છે. તેમણે કહ્યુ હતુ કે, હું નિશ્ચિત રીતે લવ જેહાદનો વિરોદ કરીશ.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર