માઇક્રોસોફ્ટની મોટી જાહેરાત, હવે વિંડોઝ 7માં નવી અપડેટ બંધ થશે

માઇક્રોસોફ્ટ કંપનીએ તેના સૌથી લોકપ્રિય વિન્ડોઝ 7 ના સપોર્ટને બંધ કરવાની જાહેરાત કરી છે. માઈક્રોસોફટે જણાવ્યું કે 2009માં વિન્ડોઝ 7 લોન્ચ કર્યું હતું, પરંતુ હવે કંપની તેના માટે કોઈ અપડેટ રિલીઝ કરશે નહીં. આવા કિસ્સામાં, વિન્ડોઝ 7 માં કોઈપણ પ્રકારના બગને યોગ્ય કરવું મુશ્કેલ છે.

માઇક્રોસોફ્ટે તેના બ્લોગમાં કહ્યું છે કે 14 જાન્યુઆરી 2020 વિન્ડોઝ 7 માટેનો છેલ્લો દિવસ હશે. આ પછી ઓપરેટિંગ સિસ્ટમ માટે કોઈ અપડેટ જાહેર કરવામાં આવશે નહીં. 14 જાન્યુઆરી, 2020 ના રોજ આ OS માટે છેલ્લું સુરક્ષા અપડેટ રિલીઝ કરવામાં આવશે અને આ અપડેટ સાથે યૂઝર્સોને વિન્ડોઝ 7 બંધ કરવાની સૂચના મળશે.

તાજેતરની આંકડાકીય જાણકારી અનુસાર વિંડોઝ 7 અંદાજે 42.8 ટકા વિંડોઝ પીસી પર ઈન્સ્ટોલ છે. માનવામાં આવે છે કે વિંડોઝ 7માં અપડેટ બંધ થઈ જશે તેમ છતા પણ તેનો ઉપયોગ થતો રહેશે. આ સ્થિતીમાં માઈક્રોસોફ્ટ લોકોને વિંડોઝ 7માંથી સ્વિચ કરવા પર ભારે આપે છે.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી