ગેટ્સે 20 વર્ષ બાદ ફરી પ્રાપ્ત કરી અબજો ડોલરની નેટવર્થ, વિશ્વમાં ફક્ત બે વ્યક્તિ

દુનિયાના સૌથી ધનાગઢ વ્યક્તિની યાદીમાં સામેલ માઈક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની નેટવર્થ 20 વર્ષ બાદ ફરીથી 100 અબજ ડોલર એટલે 6. 90 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ત્યારે વિશ્વભરમાંથી બે લોકો, બિલ ગેટ્સ અને જેફ બેજોસ દુનિયાના સૌથી ધનાગઢ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. એવું પ્રથમ વાર બન્યું છે કે વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં એક સાથે બે સેંટીબિલેનિયર(100 અબજ ડોલર નેટવર્થ વાળા) થઈ ગયા છે.

એક સર્વેના અહેવાલ પ્રમાણે, એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસની નેટવર્થ આશરે 146 અબજ ડોલર એટલે 10.07 લાખ કરોડ રૂપિયા છે. તે વિશ્વના સૌથી મોટા અમીર છે. ગેટ્સનો બીજો નંબર છે. બેજોસની નેટવર્થમાં આ વર્ષે 20.7 અબજ ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન ગેટ્સની નેટવર્થ 9.5 અબજ ડોલર વધી છે. બિલ ગેટ્સે 1999માં પ્રથમ વાર 100 અબજ ડોલરની નેટવર્થ પ્રાપ્ત કરી હતી. તે સમયે બેજોસની નેટવર્થ માત્ર 8.9 અબજ ડોલર હતી.

ગેટસે તેના એનજીઓ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ દ્વારા અત્યાર સુધીમાં 35 અબજ ડોલરથી વધુ દાનમાં આપી ચૂક્યા છે. બીજી તરફ, બેજોસે ગત વર્ષે આ કામની શરૂઆત કરી છે. 2018માં તેણે 2 અબજ ડોલરની રાશિ ડોનેટ કરી હતી.

 149 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી