મોંઘવારીનો માર, દુધના ભાવમાં થશે વધારો

હવે ટુંક સમયમાં દુધ, આઇસક્રીમ અને અન્ય ડેરી પ્રોડકટ્સ મોંઘી થશે. અહેવાલો અનુસાર દુધ સહિત ડેરી પ્રોડકટ્સના ઉત્પાદનમાં ઘટાડાને લઇને દુધની કિંમત પ્રતિલીટર રૂા 1 થી 2 વધી શકે છે, જોકે ક્રિસિલના રિપોર્ટ અનુસાર સ્કીમ્ડ મિલ્કના ઉત્પાદનમાં ઘટાડો અને ડિમાન્ડ વધવાથી દૂધના ભાવ વધી શકે છે.

દૂધ ઉપરાંત માખણ,ખંહી, ઘી, ફલેવર્ડ મિલ્ક જેવી અન્ય ડેરી પ્રોડકટ પણ મોંઘી થઇ શકે છે, જોકે અમૂલ અને મધર ડેરી જેવી મિલ્ક માર્કેટીંગ કંપનીઓએ હજુ આ અંગે સત્તાવાર કોઇ જાણકારી આપી નથી. અહેવાલો અનુસાર એક બાજુ ૨૦૧૯-૨૦માં દૂધનું ઉત્પાદન ૩ થી ૪ ઠકા ઘટવાની શકયતા છે. તેની સામે દુધનો વપરાશ ૬ થી ૭ ટકા વધે તેમ હોવાથી દુધના ભાવમાં વધારો નિશ્ચિત છે.

 73 ,  3