‘કોરોના’ સામે જીંદગીની રેસ હારી ગયા ‘ફ્લાઇંગ શિખ’

જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહનું નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

ફ્લાઇંગ શિખ’ ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ અંતે કોરોના વાયરસ સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્નીનું પણ 5 દિવસ પહેલાં જ કોરોનાના લીધે મોત થયું હતું. જેથી તે આધાતમાં હતા. તેમના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

‘ફ્લાઇંગ શિખ’ ને કોરોના થયો હતો. તે પહેલાં મોહાલીની નજીક હોસ્પિટલમાં થોડા દિવસ એડમિટ રહ્યા. તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તબિયત બગડતાં તેમને ફરીથી પીજીઆઇ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. તેમનો 2 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમની તબિયતમાં સુધારો પણ હતો. 

આ દરમિયાન શુક્રવારે સવારે તેમની તબિયત બગડવાનું શરૂ થયું હતું. તેમનું ઓક્સિજન લેવલ ઘટીને લગભગ 56 આવી ગયું હતું. ત્યારબાદથી તેમને આઇસીયુમાં રાખીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 11:30 વાગે તેમને ચંદીગઢ પીજીઆઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ નરેંદ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

 165 ,  3