September 19, 2021
September 19, 2021

દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને KBCમાંથી જીત્યા લાખો રૂપિયા

અમિતાભ બચ્ચને ખોલી દીપિકાની પોલ….

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13માં શુક્રવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. આ શાનદાર શુક્રવારમાં, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને કોરિયોગ્રાફર ફરાહ ખાન હોટ સીટ પર હતા. દીપિકા અને ફરાહની સાથે, શોની શરૂઆત ઇન્ડિયન આઇડોલ 12 ના ટોપ 6 ફાઇનલિસ્ટે પણ કરી હતી. દીપિકા અને ફરાહ શોમાંથી લાખીઓ રૂપિયા જીતીને ગયા હતા.

કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન જીતેલ રકમ સાથે એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે. દીપિકાએ જીતેલી રકમ ‘ધ લાઇવ લવ લાફ ફાઉન્ડેશન’ (The Live Love Laugh Foundation) ને ફરાહ ‘આયંશ મદન’ની (Ayansh Mandan)સારવાર માટે દાનમાં આપશે.

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે સાથે કામ કર્યું છે. દીપિકા પાદુકોણે ફરાહની ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંનેએ શોમાં ઘણી જૂની યાદો તાજા કરી. દીપિકા અને ફરાહે અમિતાભ સાથે ખૂબ મસ્તી કરી હતી.

અમિતાભ બચ્ચને ખોલી દીપિકાની પોલ

અમિતાભ બચ્ચને દર્શકોને દીપિકા પાદુકોણના આહાર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે સામાન્ય માણસ સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખત ખાય છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. અમે તમને કહેવા માંગીએ છીએ કે અમે અનુભવી છીએ, કે દીપિકા દર ત્રણ મિનિટે ખોરાક લે છે. તે પછી દીપિકા હસવા લાગે છે અને અમિતાભ કહે છે કે આ સાચી વાત છે.

અમિતાભ બચ્ચને કહ્યું કે દર ત્રણ મિનિટે એક માણસ દીપિકા પાસે આવે છે. તે એક વાટકીમાં કંઈક લાવે છે અને બસ દીપિકા ખાવાનું શરુ કરી દે છે. આના પર દીપિકા કહે છે આ બિલકુલ સત્ય નથી અમિત જી.

 57 ,  1