હવે મોરબીના ઝીંઝુડા ગામમાંથી પકડાયો કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો, બેની ધરપકડ

ATS અને મોરબી SOGએ દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો 

મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દેતાં ટૂંકા દિવસોમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નાપાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.

તેમાં કેટલાક ઘરોની તલાશી લેવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. જો કે, એટીએસના અધિકારીઓએ હાલ રાત્રિના એક વાગ્યે કામગીરી ચાલાુ હોવાનું અને કુલ કેટલો મુદામાલ પકડાયો છે તે કહેવા અંગે મૌન સેવી લીધું હતું.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી