અમદાવાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા

મોટા પાયે ચાલી રહ્યું હતું ગેરકાયદેસર રેતી ખનન

છેલ્લાં ઘણા દિવસોથી ખાણ-ખનીજ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે સોમવારે નાયબ નિયામક એનએ પટેલની આગેવાનીમાં અમદાવાદ જીલ્લામાં ખાણ-ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને ફિલ્મી ઢબે દરોડા પાડીને ૫ હિટાચી મશીન અને ૯ ડમ્પર કબજે કર્યા હતા.

રાજ્યમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનની કામગીરી પર મુખ્યમંત્રી વિજય રુપાણીએ કડક કાર્યવાહી કરવાની આપેલી સુચના અંતર્ગત સોમવારના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ફલાઈંગ સ્કવોર્ડ ગાંધીનગરના નવા નિયુક્ત અધિક નિયામક ફલાઇંગ સ્કવોર્ડ પી.એલ.ઝનકાતની સૂચનાથી અમદાવાદના દસક્રોઈ તાલુકાના સરોડા અને કાસિન્દ્રા ગામથી પસાર થતી સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને નદીના પટમાં નાસભાગ મચી ગઈ હતી.

ફ્લાઈંગ સ્કવોડના નાયબ નિયામક એન એ પટેલના નેતૃત્વ હેઠળ અન્ય અધિકારીઓ દ્વારા ફિલ્મી ઠબે નદીના પટમાં રેડ કરવામાં આવી હતી.જેના પગલે ગેરકાયદે ખનન કરી રહેલા લોકો ભાગી છુટ્યા હતા. ફ્લાઈંગ સ્કવોર્ડ રેડ કરીને ૬ હિટાચી મશીન તેમજ ૯ ડમ્પરની બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજ નું ખનન વાહન કરતા ઝડપી પાડી કુલ ૪.૬૦ કરોડ રૂપિયાનો નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

ખાણ –ખનીજ વિભાગે નાયબ નિયામક એન. એ. પટેલની આગેવાનીમાં પાડેલા દરોડામાં અન્ય અધિકારીઓ પ્રતીક શાહ મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કવોડના પ્રતીક શાહ ઉપરાંત વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટતેમજ વિવિધ જીલ્લાના મદદનીશ ભૂ્સ્તરશાસ્ત્રી સી. એમ પરમાર ,બી એમ જલોંધરા ,એ.બી. પ્રેમલાણી અને મન ચૌધરી પણ જોડાયા હતા .

 24 ,  1