અમદાવાદથી નીકળશે કાવડીયાઓની મીની અમરનાથ યાત્રા

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવભક્તોનો આનંદ બમણો થઇ જાય છે. શિવભકતો ભગવાન શિવને રીઝવવા માટે અનેકો પ્રયત્ન કરે છે. ત્યારે અમદાવાદમાં 5 હજાર શિવભક્તોની ગંગાજળ સાથે એક કાવડ યાત્રા દર વર્ષે યોજવામાં આવે છે. ત્યારે વિશ્વ કલ્યાણ સંસ્થા-અમરધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર નાં ઓઢવ વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિરથી ગાંધીનગર મહુડી હાઇવેથી અમરનાથ મંદિર સુધી આ યાત્રા ચાલશે.

જેમાં અમરનાથ ધામ ખાતે કાવડીયાઓ ગંગાજળ દ્વારા ભગવાન શિવને જળાઅભિષેક કરશે.ભક્તો 55 કિમીની મિની અમરનાથ યાત્રા કરશે. તેમજ યાત્રા કરીને શ્રાવણના પ્રથમ સોમવારની ઉજવણી પણ કરશે. એમ આ યાત્રાનાં આયોજકો દિપકભાઇ પટેલ અને દિનેશભાઇ પટેલ જણાવ્યું હતું…

 70 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી