AMARNATH_અમદાવાદથી નીકળી કાવડીયાની મીની અમરનાથ યાત્રા, બમ બોલે…

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવભક્તોનો આનંદ બમણો થઇ ગયો છે. શિવભકતો ભગવાન શિવને રીઝવવા માટે અનેકો પ્રયત્ન કરે છે. ત્યારે અમદાવાદમાં 5 હજાર શિવભક્તોની ગંગાજળ સાથેની એક કાવડ યાત્રા દર વર્ષેની જેમ આ વર્ષે પણ યોજવામાં આવી હતી. વિશ્વ કલ્યાણ સંસ્થા-અમરધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરનાં ઓઢવ વિસ્તારમાંથી આ યાત્રાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો..

આ યાત્રામાં શિવ ભકતો પંચદેવ મંદિરથી ગાંધીનગર મહુડી હાઇવેથી અમરનાથ મંદિર સુધી પગપાળા યાત્રા કરી હતી.જેમાં અમરનાથ ધામ ખાતે કાવડીયાઓ ગંગાજળ દ્વારા ભગવાન શિવને જળાઅભિષેક કરાયો હતો.ભક્તો 55 કિમીની મિની અમરનાથ યાત્રા કરી હતી. આ યાત્રાની સાથે સાથે આજરોજ એટલે કે શ્રાવણનાં પ્રથમ સોમવારે મંદિરોમાં જીવ અને શિવના સંગમની અનેરી ભકિત જામી હતી.

વહેલી સવાર થી જ શિવ મંદિરો ઓમ નમઃ શિવાય, હર હર મહાદે, હર હર ગંગે, બમ બમ ભોલે ના નાદોથી ગુંજી ઉઠયા હતાં. ચારેય પ્રહરની પૂજા આરતીના કાર્યક્રમો ગોઠવાયા છે. બિલ્વાભિષેક, જલાભિષેક, દુગ્ધાભિષેક તેમજ પુષ્પાંજલી, લઘુરૂદ્ર, મહારૂદ્ર, સ્તોત્ર જામ, ધુન, કિર્તન સહીતના કાર્યક્રમો યોજાયા છે..શ્રાવણના સોમવારને ધ્યાને લઇ શિવાલયોને અનેરા શગણાર કરવામાં આવ્યા છે. વિવિધ શોભા સાથે શિવજીની પૂજા થઇ રહી છે.

 83 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી