તલોદના છત્રીસામાં નકલી દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું..

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી તેમજ પુત્રની ધરપકડ

તલોદના છત્રીસા ગામેથી દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું છે. પિતા અને પુત્ર કેમિકલ ભેળવી હલકી કક્ષાનો દારૂ તૈયાર કરી વેચાણ કરતા હતા. આરોપી પિતા રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તલોદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. 552 ઓફિસરની ડુપ્લીકેટ બોટલ, કાચો માલ સહિત 4,75,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

તલોદ પોલીસ PSI સહિત સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી પહોંચતા બાતમી મળી હતી કે છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ અને તેમના દીકરા જયદીપસિંહ પોતાના ઘેર જ બનાવટી દારૂ બનાવવાનો સામાન લાવી ડુપ્લીકેટ દારૂની બોટલો બનાવી ઓરીજનલ તરીકે વેચાણ કરે છે.

બાતમીને આધારે પોલીસે છત્રીસા ગામે પહોંચી રણજીતસિંહ ચૌહાણના ઘેર રેડ કરતા બંને પિતા પુત્ર હાજર મળી આવ્યા હતા મકાનમાં તપાસ હાથ ધરતા એક બોક્સમાં 12 નંગ એવા 46 ખાખી કલરના બોક્સ કુલ બોટલ નંગ 552, ઓફિસર ચોઇસ ક્લાસિક વ્હીસ્કી 750 એમ.એલ લખેલા 144 સ્ટીકર, લોખંડના હાથા સાથેનુ અમીરી – એએમઆઇઆરઆઇ લખેલ બોટલ પર ઢાંકણ ફીટ કરવાનુ મશીન, ત્રણ આલ્કોહોલ મીટર, ખાખી કલરના 80 ખોખા, કથ્થઇ અને છીકણી રંગનુ ઘટ્ટ પ્રવાહી ભરેલ કેરબા અને પ્લાસ્ટીકની બોટલો, ઓફીસર ચોઇસ લખેલ બોટલ પર ફીટ કરવાના 207 ઢાંકણ, પ્લાસ્ટીકના બેરલ, તગારા, પ્લાસ્ટીકની પાઇપ વગેરે મળી આવતા કુલ રૂ. 4,75,910 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.​​​​​​​

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી