કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનને દુનિયાભરમાંથી જાકારો જ મળ્યો છે પરંતુ ત્યાંના મંત્રી હજુ પણ પોતાની તંગડી ઉંચી રાખવામાંથી બાજ આવી રહ્યા નથી. પોતાના ભડકાઉ નિવેદનો માટે જાણીતા પાકિસ્તાના સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી ફવાદ હુસૈને ફરી એક વખત ભારતને મોટી ધમકી આપી દીધી છે.
ફવાદ હુસૈને કહ્યું કે પાકિસ્તાન સરકાર ભારત માટે પોતાનો એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરવા પર વિચાર કરી રહી છે. હુસૈને ટ્વીટ કરી કહ્યું કે આ મોદીએ શરૂ કર્યું હતું, પરંતુ તેને અમે ખત્મ કરીશું. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં વિપક્ષના હુમલાના લીધે પીએમ ઇમરાન ખાન પર ભારતની વિરૂદ્ધ કોઇ મોટું એકશન દેખાડવાના દબાણમાં છે.
27 , 1