‘ગાંધી વંદના’ સાથે ‘ખાદી ખરીદી’ને ગાંધી સંદેશ આપતા મંત્રી

આહવાના આંગણે મંત્રી જીતુભાઈ ચૌધરી

સાદગી અને સંયમના પ્રતિક પૂજ્ય ગાંધીજીને ‘ગાંધી જયંતિ’ નિમિત્તે સૂતરની આંટી પહેરાવી ‘ગાંધી વંદના’ કરતા રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ ડાંગના પ્રજાજનોને ‘ગાંધી સંદેશ’ પાઠવ્યો છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા ‘ગાંધી ઉધાન’ સ્થિત મહાત્માની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, દીપ પ્રાગટ્ય કરી મંત્રી ચૌધરીએ ‘ગાંધી જયંતિ’ નિમિત્તે આયોજિત ‘પ્રભાત ફેરી’, ‘વન્યજીવ સપ્તાહ’, તથા ‘નશાબંધી સપ્તાહ’ની રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ત્યાર બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ આહવાના સરદાર બજાર ખાતે આવેલા ‘ખાદી ભંડાર’ની મુલાકાત લઈ ‘ખાદી ની ખરીદી’ કરી હતી. મંત્રી જીતુભાઈ ચૌધરીની સાથે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ ભાજપા અધ્યક્ષ દશરથભાઈ પવાર, પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક સહિતના પદાધિકારીઓ જોડાયા હતા.
‘ગાંધી ઉદ્યાન’ ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ સહિતના પ્રશાસનિક અધિકારીઓએ તેમની ટિમ સાથે ઉપસ્થિત રહી ‘ગાંધી જયંતિ’ ના કાર્યક્રમની ઉજવણીમા ભાગ લીધો.

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેષ પંડયાના જણાવ્યા અનુસાર ‘વન્યજીવ સપ્તાહ’ ના પ્રારંભે એટલે કે આજના રોજ સવારે ૮:૩૦ કલાકે આહવાના ગાંધી ઉદ્યાન ખાતેથી નીકળેલી ‘જનજાગૃતિ’ રેલી સાથે સપ્તાહનો પ્રારંભ કરાયો છે. ઉપરાંત બપોરે દેવિનામાળ કેમ્પ સાઇટ ખાતે વન્યજીવ સંરક્ષણ અંગે કાયદાકીય જાણકારી માટેના સેમિનાર સાથે વનકર્મીઓને માર્ગદર્શિત કરાયા છે.

પ્રથમ દિવસના આહવા (પૂર્વ) ના આ કાર્યક્રમ બાદ તારીખ ૩ થી ૮ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની ચીંચીનાગાંવઠા, વઘઇ, સાકરપાતળ, ગલકુંડ, ચીખલી, અને વાંસદા નેશનલ પાર્કના કાર્યક્ષેત્ર હેઠળની શાળાઓમા ચિત્ર અને નિબંધ સ્પર્ધા, રેલી, બાઈક રેલી, સ્વચ્છતા અભિયાન, વાર્તાલાપ સહિતના કાર્યક્રમોના આયોજન થકી, વન અને વન્યજીવોના જતન, સંવર્ધન બાબતે વ્યાપક લોકજાગૃતિ કેળવાશે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી