શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા મંત્રી જીતુ વાઘાણી એક્શનમાં…!

શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી લીધો મોટો નિર્ણય

શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા મંત્રી જીતુ વાઘાણી એક્શનમાં આવી તાબડતોબ બેઠક બોલાવી મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના નવા વરાયેલા મંત્રીઑમાંથી મોટાભાગના મંત્રીઓએ આજે જ ચાર્જ સંભાળી લીધો છે.

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઑ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. જે બાદ શૈક્ષણિક યોજનાઑ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ વાત કરી હતી. જુદી જુદી યોજનાઑ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી, અને અધિકારીઑને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.

ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળના 24 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાંથી 7 મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીઓએ ખુરશી પર બેસતા પહેલા ઓફિસમાં પૂજા કરાવી હતી. જેમા ગણેશજી, નીલકંઠ વરણી, ભગવત ગીતા સહિતની મૂર્તિ-પુસ્તકોની સ્થાપના કરી પૂજા-આરતી કરી હતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળતા પહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આશીર્વાદ લીધા હતા. જ્યારે ભૂપેન્દ્રસિંહે વાઘાણીને ગણેશજીની મૂર્તિ તેમજ પેન ભેટ આપી હતી. ત્યારે ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ભારતમાતાની પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી