LRD-PSI ભરતીને લઈને ગૃહરાજ્યમંત્રી સંઘવીની ચેતવણી..

‘ઉમેદવારો કોઈ પણ ખોટા એજન્ટના ચક્કરમાં ન ફસાય, ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે’

LRD અને PSIની પરીક્ષાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સાંઘવીએ આજે મોટું નિવેદન આપ્યું જેમા તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઉમેદવારો કોઈ પણ ખોટા એજન્ટના ચક્કરમાં ન ફસાય, આ ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે. વધુમાં કહ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ભરતીઓમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે. 

સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ ઉમેદવાર કોઈ એજન્ટના ચક્કરમાં ન આવે. આ મામલે રાજ્યની દરેક જિલ્લાની પોલીસ આવા એજન્ટો પર તેમજ ઉમેદવારો પર નજર રાખી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે એલઆરડીની ભરતી અને પીએસઆઈની બંન્ને ભરતી મેરિટના આધારેજ નક્કી કરવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સાંઘવીએ વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાત પોલીસ વર્ષોથી મેહનત કરી રહી છે. જે મહેનતને હવે નવી જનરેશન આગળ વધારશે તેવુ મને દેખાઈ રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે આ પરિક્ષાને લઈને હાલ ઉમેદવારો સખત મહેનત કરી રહ્યા છે. જેથી મહેનત કરનારા યુવકો જરૂરથી સફળ થશે. 

ઉલ્લેખનીય છે કે આજે સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ  સાંઘવીએ મેદાનમાં ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. જ્યા યુવાનોમાં પરિક્ષાને લઈને અનેરો ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. જેમા તેમણે દરેક યુવાનોને પરિક્ષાની શુભકામના પાઠવી હતી. સાથેજ પરીક્ષાને લઈને તેમણે યુવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. 

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી