September 18, 2021
September 18, 2021

પ્રાંતિજના કતપુર ખાતે તેલંગણા હૈદરાબાદના મંત્રીએ લીધી મુલાકાત

સરકાર દ્વારા “Y+”સુરક્ષા આપવામા આવી

હૈદરાબાદના એગ્રીકલ્ચર, સહકાર અને માર્કેટિંગ મંત્રી એસ.નિરંજન રેડ્ડી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. કૃષિ મંત્રીએ ઇફકો, કલોલ ગાંધીનગરની મુલાકાત લઈ બપોર બાદ પ્રાંતિજના કતપુર ખાતે આવેલ સિંગદાણા માંથી પિનટ બટર બનાવતી દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી.પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી જેમા મુલાકાત દરમ્યાન પ્રોસેસિંગ સહિત પ્લાન્ટ ઉપર તૈયાર થતી પેકિંગ સહિતના યુનિટની મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી.

બીજી બીજુ કંપનીના ડાયરેક્ટર તુષાર રાવલ, કિષ્ણ કુમાર રાઠોડ, પ્રોડક્શન મેનેજર રાહુલ પટેલ, ઉજવલ્લ રાવલ સહિત ઉપસ્થિત રહીને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ તેવોનુ સ્વાગત કરી કંપનીમા પિનટ બટર પ્રોસેસિંગ યુનિટ પ્લાન્ટ વિશે વિસ્તૃત માર્ગદર્શન માહિતી પુરી પાડી હતી અને પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાંતિજ પીઆઇ એચ.એસ ત્રિવેદી દ્રારા કુષિ મંત્રીની મુલાકાત દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો તો સરકાર દ્રારા તેલંગણા હૈદરાબાદના કૃષિ મંત્રી ને ” Y+” કેટેગરી ની સુરક્ષા આપવામા આવી હતી .

 18 ,  1