ભારત આવતા મુસાફરોએ હવે કરવું પડશે આ કામ, જાણો..

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને ભારત સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે જેના પગલે ઓમિક્રોનને અટકાવવા સરકાર સતર્ક છે. જેના કરાણે ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈનમાં જણાવામાં આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.

આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ‘જોખમ ધરાવતા દેશો’ના પ્રવાસીઓએ આગમન પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરશે. 8મા દિવસે ફરીથી પરીક્ષણ કરશે.

વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરથી નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, જોખમની શ્રેણીમાં આવતા દેશોના પ્રવાસીઓએ ભારત પહોંચવા પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને ટેસ્ટના પરિણામ સુધી એરપોર્ટ પર રાહ જોવી પડશે. જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તેઓએ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને આઠમા દિવસે ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. આ વખતે પણ જો તે નેગેટિવ આવશે તો તેને આગામી સાત દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કહેવામાં આવશે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણ તે વેક્સીનને પણ ચકમો આપી શકે છે. જે તેને રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. અને તેથી તેની સામે રસીની અસરકારકતા માટે ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલાવવા અને ચેપ ફેલાવવા માટે જવાબદાર છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી