મહારાષ્ટ્ર : 6 મહિનામાં સગીરા પર 400 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, ત્રણની ધરપકડ

મદદ માંગી તો પોલીસકર્મીઓએ પણ સગીરાને શિકાર બનાવી…

મહારાષ્ટ્રમાં એક દિલ દહેલાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક સગીરા પર 400 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. બાળકીનું શોષણ કરનારાઓમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસે આ કેસમાં અત્યારસુધીમાં 3 લોકોની ધરપકડ કરી છે. બીડના પોલીસ અધિક્ષક રાજા રામાસામીએ રવિવારે મીડિયાને આ માહિતી આપી હતી.

એસપી રાજા રામાસામીએ જણાવ્યું કે, પોલીસને આ અંગે ફરિયાદ મળતાની સાથે જ ઝડપી કાર્યવાહી કરીને 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દોષિતોને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ કેસમાં સંડોવાયેલ કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. સગીરાને ચોક્કસથી ન્યાય મળશે.

એસપી રાજા રામાસામીએ ઉમેર્યું કે, સગીરાના બાળપણમાં જ લગ્ન થઈ ગયા હતા. છેલ્લા 6 મહિનામાં લગભગ 400 લોકોએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેનું યૌન શોષણ કરનારાઓમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. એસપીએ કહ્યું કે, પીડિતા બે મહિનાની ગર્ભવતી છે. હાલમાં તેની ફરિયાદને આધારે તપાસ ચાલી રહી છે.

એસપી રાજા રામાસામીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ બાદ પોલીસે બાળ લગ્ન એક્ટ, દુષ્કર્મ, છેડતી અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંઘ્યો છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ બાદ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી