September 19, 2021
September 19, 2021

સુરત : ભાજપ કાર્યકર સામે દુષ્કર્મનો મામલો, પીડિતાએ ઝેરી દવા ગટગટાવી…

 દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતમાં ભાજપ કાર્યકર સામે દુષ્કર્મ કેસની પીડિત વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર છે. દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા પીડિતાએ તંગ આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પીડિતા સારવાર હેઠળ છે.

ભાજપના કાર્યકર વિશાલ પાટીલે સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિકસંબંધ રાખ્યા અને બાદમાં તેના અશ્લિલ ફોટો પાડી તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં ફોટો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ફરિયાદમાં વિશાલ પાટીલે સગીરાના પરિવાર પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદ બાદ પોલીસે વિશાલ પાટીલ સામે પોસ્કો, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જો કે કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા પીડિતાએ ઝેરી દવા ગટગટાવી હતી. સારવાર દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ્ઞાન પાટીલ નામનો યુવક જ્યાં હું કામ કરૂં છું ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, કેસ પાછો લઈ લે, વિશાલને તું ઓળખતી નથી બહાર આવીને તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાખશે. કેસ પતાવી દેવા તું મારી સાથે હાઇકોર્ટ ચાલ એવું કહી ધમકાવી રહ્યો હતો. મે પોલીસમાં જાઉં છું કહેતા પોલીસ અમારું કંઈ કરવાની નથી, પોલીસ પોલીસ શું કરે છે લે કમલેશ પાટીલ સાથે વાત કર, આજે જેલમાં ભાઈ લોગો સાથે મિટિંગ છે કહી ફરી ધમકાવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાન પાટીલ 4 દિવસથી મારો પીછો કરતો હતો. ઘર પાસે દારૂના નશામાં આવી ગાળો આપતો હતો. જેના ડરથી મે આપઘાત કરી લેવાના ઇરાદે જ દવા પીધી છે.

 15 ,  1